Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

14મીએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્દઘાટન, જાણો કાર્યક્રમની રૂપરેખા

એક મહિનો ચાલનારા શતાબ્દી મહોત્સવઘરે બેઠાં હરિભક્તોને મળશે મહોત્સવનો લાભ‘ગુજરાત ફર્સ્ટ’ પર નિયમિત સમાચારો પ્રસારિત થશેBAPS સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. શતાબ્દી મહોત્સવ માટે અમદાવાદમાં ભવ્ય તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમની આજે રૂપરેખા આપવામાં આવી છે. BAPS સંસ્થા દ્વારા 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી 2023 દરમિયાન ભવ્ય શતાબ્દી મહોત્સàª
14મીએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્દઘાટન  જાણો કાર્યક્રમની રૂપરેખા
  • એક મહિનો ચાલનારા શતાબ્દી મહોત્સવ
  • ઘરે બેઠાં હરિભક્તોને મળશે મહોત્સવનો લાભ
  • ‘ગુજરાત ફર્સ્ટ’ પર નિયમિત સમાચારો પ્રસારિત થશે
BAPS સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. શતાબ્દી મહોત્સવ માટે અમદાવાદમાં ભવ્ય તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમની આજે રૂપરેખા આપવામાં આવી છે. BAPS સંસ્થા દ્વારા 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી 2023 દરમિયાન ભવ્ય શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે.અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર 600 એકરમાં વિશાળ મહોત્સવ સ્થળ બનાવાયું છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર તૈયાર કરી અનેક સુવિધાઓ ઉભી કરાઈ છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રેરણાત્મક પ્રદર્શન, મનોરંજક અને જ્ઞાનવર્ધક બાળનગરી, નયનરમ્ય અને રંગબેરંગી જ્યોતિ ઉદ્યાન, અક્ષરધામની આબેહૂબ પ્રતિકૃતિ, લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિત અનેક આકર્ષણનો સમાવેશ કરાયો છે.
મહોત્સવના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા  
  • તા. 14 ડિસેમ્બરે : સાંજે 5.00 થી 7.30 દરમ્યાન મહોત્સવના પ્રેરણામૂર્તિ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિરાટ જનમેદનીની ઉપસ્થિતિમાં મહોત્સવનું શાનદાર ઉદઘાટન થશે. 
  • નારી ઉત્કર્ષ મંડપમ’માં રોજ બપોરે 2.30 થી 4.30 દરમ્યાન મહિલા કાર્યક્રમોની અદભુત પ્રસ્તુતિઓ થશે, જેમાં ભારત અને વિદેશના મહિલા મહાનુભાવો પણ મંચ પરથી વિદ્વત્તાસભર સંબોધનોનો લાભ આપશે. 
  • નારાયણ સભાગૃહ’માં રોજ સાંજે 5.00 થી 7.30 દરમ્યાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની હસ્તીઓની ઉપસ્થિતિમાં હજારોની મેદની વચ્ચે વિવિધ વિષયક સભાકાર્યક્રમો થશે.
  • તા. 15 ડિસેમ્બરે ગૃહમંત્રીશ્રી અમીતભાઈ શાહથી લઈને દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 30 દિવસીય કાર્યક્રમોના ‘ઈન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગ’નો આરંભ થશે. 
  • તા. 18-19 ડિસેમ્બરે મંદિર શિલ્પ સ્થાપત્ય પર કોન્ફરન્સની સાથે વિશિષ્ટ મહાનુભાવો લાભ આપશે. 
  • તા. 20 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સંવાદિતા દિને તમામ ધર્મોના વડાઓ એકત્રિત થઈને મંચ પરથી એકતાનો સંદેશ આપશે. 
  • તા. 21 અને 22ના રોજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના ઉત્કર્ષ અંગે કાર્યક્રમો થશે, જેમાં ભારતના વિવિધ પ્રાંતોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. 
  • તા. 25 ડિસેમ્બરે રાષ્ટ્રીય સંતસંમેલન યોજાશે, જેમાં શ્રીમદ્ શંકરાચાર્યજી સ્વામીશ્રી સદાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં વિવિધ મઠ-સંપ્રદાય-અખાડાઓના પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણના પ્રતિનિધિરૂપ સેંકડો સંતો ઉપસ્થિત  રહેશે અને સંત મહિમાનું ગાન કરશે.પૂજ્ય સ્વામીશ્રી અવધેશાનંદજી મહારાજ,પૂજ્ય સ્વામીશ્રી ચિદાનંદ  સરસ્વતીજી મહારાજ, પૂજ્ય અવિચલદાસજીમહારાજ,પૂજ્ય શ્રીપરમાત્માનંદજી મહારાજ, પૂજ્ય શ્રીશ્રીરવિશંકરજી, જૈનાચાર્ય પૂજ્યશ્રી અભયદેવસૂરિશ્વરજી મહારાજ વગેરે સહિત સંતો લાભ આપશે. 
  • તા. 26 ડિસેમ્બરે સ્વામિનારાયણીય સંતસાહિત્યની છણાવટ કરતું વિદ્વત્ સંમેલન થશે. 
  • તા. 31 ડિસેમ્બરે ભારતની સંસ્કૃત યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓ અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં વિશિષ્ટ તત્ત્વજ્ઞાન સમારોહ યોજાશે, જેમાં પ્રકાંડ વિદ્વાનો દાર્શનિક સંવાદો કરશે. 
  • તા. 3-4 જાન્યુઆરીએ બાળ-યુવા સંમેલનો યોજાશે, જેમાં દેશ-વિદેશના બાળકો-યુવાનોની રોમાંચક રજૂઆતો થશે. 
  • તા. 5 અને 10 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા કાર્યક્રમો યોજાશે. 
  • તા. 6 થી 11 જાન્યુઆરી દરમ્યાન નોર્થ અમેરિકા દિન, યુ.કે.-યુરોપ દિન, આરબદેશો દિન, આફ્રિકા ખંડ દિન, ઓસ્ટ્રેલેશિયા દિન વગેરે કાર્યક્રમો દ્વારા જુદા જુદા દેશોના રાજદૂતો અને પ્રખર નેતાઓની ઉપસ્થિતિમાં વિવિધ પ્રસ્તુતિઓ થશે. 
  • તા. 15 જાન્યુઆરીએ મહોત્સવનો શાનદાર પૂર્ણાહૂતિ સમારોહ લાખોની જનમેદની વચ્ચે યોજાશે. 
ગીત-સંગીત-નૃત્ય અને વિખ્યાત સંતો-મહંતો-મહાનુભાવોના વ્યાખ્યાનો સાથે મહોત્સવ સ્થળની પ્રત્યેક સાંજ વિવિધ પ્રેરણાઓથી છલકાતી રહેશે. આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપ ધનખડજી, ગૃહમંત્રીશ્રી અમીતભાઈશાહ, લોકસભાના અધ્યક્ષશ્રી ઓમ બિરલા, વિદેશમંત્રીશ્રી જયશંકર તેમજ વિદેશના મહાનુભાવો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.  મહોત્સવ સ્થળે દરરોજ બપોરે 2.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. રવિવારે સવારે 9.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. રોજ રાત્રે 10.00 વાગ્યે મહોત્સવ સ્થળ બંધ થશે.  
પૂજ્ય અપૂર્વમુની સ્વામીનું સંબોધન
છેલ્લા ઘણા દિવસથી 600 એકરમાં હજારો સંતો સ્વયંસેવકોની મહેનતથી પ્રમુખ સ્વામી મહારાજ નગર તૈયાર કરાયું છે. નગરની પૂર્ણતાના સૌથી પહેલા સમાચાર અને ફોટો આપ દ્વારા બહાર આવવા જોઈએ. પ્રમુખ સ્વામીએ 95 વર્ષનું જીવન સમાજ માટે કુરબાન કર્યું હતું. આ ઉત્સવ માત્ર BAPS નાં સંતો અને ભક્તોનો ઉત્સવ નથી. જે અલગ અલગ જગ્યાઓ અહીં તૈયાર કરાઈ છે, એ અંગે જાણકારી આપવામાં આવશે. તમામ મહાનુભાવો વિશે જાણકારીઓ આપવામાં આવશે. 
પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીનું સંબોધન
અહીં પહેલાથી છેલ્લા દિવસ સુધી દરેક કાર્યક્રમની અલગ અલગ થીમ અને વિષય વિચારવામાં આવ્યા છે. 14 તારીખે પ્રમુખ સ્વામી મહારાજ નગર સંધ્યા સમયે ઉદઘાટન થશે. 5.30 એ પીએમ અને મહંત સ્વામીના હસ્તે ઉદ્ઘાટન થશે. સાંજે મહોત્સવ સ્થળનું સંત દ્વાર છે ત્યાં સાંસ્કૃતિક પરંપરા અને વૈદિક સંસ્કૃતિ સાથે દ્વારની વિધિવત ઉદ્દઘાટન થશે. પ્રમુખ સ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી મૂર્તિની પૂજન વિધિ થશે. બે સભાગૃહ છે, નારાયણ સભાગૃહ અને પ્રમુખ સ્વામી મહારાજ સભાગૃહમાં વિચાર સમારોહ થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 1 લાખ કરતાં વધુ લોકો હશે, સ્ટેજ કાર્યક્રમ થશે અને સંબોધન પણ ત્યાં થશે. 15 ડિસેમ્બરે નારાયણ સભાગૃહ છે, ત્યાં 1 હજાર લોકો સમાવી શકાય એવો સમારોહ થશે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ત્યાં ઉદઘાટન થશે, માનવ ઉત્કર્ષનું આંતરાષ્ટ્રીય અધિવેશન 1 મહિના સુધી ચાલશે. સતત સાંજે 5 થી 7.30 દરમિયાન 1 મહિના સુધી રોજ જુદા જુદા કાર્યક્રમ થશે. 19 અને 20 તારીખે ટેમ્પલ આર્કિટેકચર પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે. સોમપુરાઓનું સન્માન થશે.
21 અને 22 ડિસેમ્બરે SC અને ST માટે સંતોના યોગદાન સાથે પરિષદ યોજાશે. તેમના ધર્મગુરુઓ પણ ઉપસ્થિત રહેશે. 25 મીએ હરિદ્વાર, અયોધ્યા, જમ્મુ, કન્યાકુમારી, દ્વારકા, ત્રિપુરા આસામ સહિત અલગ અલગ તીર્થ, મઠના મહાન સંતો હાજર રહેશે. દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ મહારાજ ઉપસ્થિત રહેશે. 26મીએ સ્વામી નારાયણ સંત સાહિત્ય પર સાહિત્યકારો હાજર રહેશે. 31મીએ ભારતના 18 સંસ્કૃત યુનિવર્સિટીથી VC આવશે, તમામ મોટા વિદ્વાન જેમના દર્શન માટે રાહ જોવી પડે છે એ હાજરી આપશે. 
1 જાન્યુઆરીએ બાળકો અને યુવાનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ પ્રસ્તુત કરશે. 4 જાન્યુઆરીએ ગુજરાત ડેનો કાર્યક્રમ કરાશે. 5 મિએ મહિલા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ, 6, 7, 8, 9 અને 11 મીએ મિડલ ઇસ્ટનાં લોકો હાજર રહેશે. યુએસ અને કેનેડાના લોકો 7 અને 8મીએ. યુકે અને યુરોપના લોકો 8મીએ, આફ્રિકા ડે 9 મીએ ઉજવવામાં આવશે. 11 મીએ એશિયા પેસિફિક ડે રહેશે. 12 તારીખે અક્ષરધામ ડે, 13 તારીખે સંગીત દિવસ, 15 જાન્યુઆરીએ આ મહોત્સવની પૂર્ણાહુતિ થશે.
ભારત અને વિદેશના તમામ પ્રસિદ્ધ લોકો હાજરી આપશે. નારી ઉત્કર્ષ મંડપમાં 10 થી 12 વાગ્યા દરમિયાન રોજ મહિલા સંવાદ થશે. બે કોન્ફરન્સ હોલ છે, જેમાં 21 પરિષદ થશે, 14 પ્રોફેશનલ અને 7 એકેડેમીક પરિષદ થશે.
પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીનું સંબોધન
નગરમાં જે આકર્ષણ છે એ તમામની વાત અત્યારે શક્ય નથી. મુખ્ય આકર્ષણ અને સમજૂતી આપ સામે રજૂ કરું છું. નગરમાં રહેલા આકર્ષણ પાછળ એક સંદેશ અને હેતુ જોવા મળશે. અહીં સુંદર દ્વાર છે, એ સંત દ્વાર તરીકે બનાવવામાં આવ્યું છે. સંત દ્વારમાં દેશભરના મહાન સંતોની મૂર્તિના દર્શન થશે, તમામ સંતોના આશીર્વાદ પ્રાપ્ત થશે. કુલ 6 દ્વાર બનાવવામાં આવ્યા છે, જે તમામ એક સરખા મુખ્ય પ્રવેશ દ્વાર જેવા જ લાગશે. જેવા નગરમાં પ્રવેશ કરશો એટલે ટોઇલેટ -બાથરૂમ ઊભા કરાયા છે, ટેમ્પરરી વસ્તુ પર્માનેન્ટ કેવી રીતે બને એ દેખાશે.
તેમણે જણાવ્યું હતું કે, ક્લીન એન્ડ ગ્રીન ઉત્સવ મનાવવામાં આવશે. 1 કરોડથી વધુ પેવર પાથરવામાં આવ્યા છે. જે બિલ્ડરોએ આ પેવર આપ્યા છે, એમને ઉત્સવ બાદ ફરી પાછા આપવામાં આવશે. 'યુઝ, રિયુઝ એન્ડ નેવર એબ્યુઝ'. 10 લાખ કરતાં વધુ છોડ અહીં જોવા મળશે. દરેકને એક એક પ્લાન્ટ ભેટમાં આપવામાં આવશે. ગ્લો ગાર્ડનમાં જશો, એટલે એ સૌંદર્યનું સાતત્ય દેખાશે. પ્રમુખ સ્વામીએ પૃથ્વી પર શ્રદ્ધા જગાવવાનું મોટામાં મોટું કામ કર્યું હતું. ગ્લો ગાર્ડનની શરૂઆતમાં સિંહ જોવા મળશે, જે મેક ઈન ઈન્ડિયા અને મેડ ઈન ઈન્ડિયા એટલે આત્મનિર્ભર ભારતનું પ્રતીક છે. 3,600 સ્વયં સેવકોએ ગ્લો ગાર્ડન તૈયાર કર્યું છે. 8,300 લાઈટ સ્કલપચર બનાવ્યા છે. બાળનગરીમાં 6 થી 7 હજાર બાળકો એનું સંચાલન કરશે. 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેડિકલ, જમવાની, અધ્યામિક્તાની, સ્પોર્ટ્સ તમામ સુવિધાઓ છે, જેની પાછળ એક વિચાર છે. કોઈ પાસે સમય નાં હોય અને 20 મિનિટમાં સાર સમજવો હોય તો એક લાઈટ એન્ડ સાઉન્ડ શો છે. આ શોમાં પ્રમુખ સ્વામી મહારાજે સમાજિક, કૌટુંબિક અને વ્યક્તિગત કેવી લોકોને મદદ કરી એ સમજાશે.
Advertisement
Tags :
Advertisement

.